રાલેજ પ્રાથમિક શાળામાં ધોરણ-૮ ના કુલ ૧૪૮ બાળકોનો વિદાય સન્માન સમારંભ તા.-૦૯/૦૪/૨૦૧૬ ને શનિવારે શ્રી સંજયભાઈ પટેલ ( ધારાસભ્યશ્રી , ૧૦૮ ખંભાત વિધાનસભા મતવિસ્તાર )ની અધ્યક્ષતામાં યોજાઈ ગયો. આ પ્રસંગે શ્રી કનુભાઈ પટેલ ( સરપંચશ્રી રાલેજ ગામ ) તથા શ્રી કમલેશભાઈ પટેલ ( આચાર્યશ્રી રાલેજ હાઇસ્કુલ ) પણ ઉપસ્થિત રહ્યા હતા . આ પ્રસંગે જુદી જુદી પ્રવૃતિઓમાં સારો દેખાવ કરનાર કુલ ૧૭ વિદ્યાર્થીઓને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. શ્રી મહેશભાઈ આર. પટેલ દ્વારા નવરાત્રી દરમ્યાન યોજાયેલ ગરબા હરીફાઈમાં નંબર મેળવેલ વિદ્યાર્થીઓને પણ ઇનામ આપવામાં આવ્યા હતા.



