Friday, 24 June 2016
Thursday, 23 June 2016
પ્રોત્સાહક ઇનામ વિતરણ
આજરોજ તા. ૨૩/૦૬/૨૦૧૬ ને ગુરુવારના રોજ પ્રાર્થના સંમેલનમાં શાળા પ્રવેશોત્સવના દિવસે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લીધેલ 49 બાળકોને દાતાશ્રી રામભાઈ ધરમદાસ પટેલ તરફથી મળેલ 2000/- અંકે બે હજાર પુરાના દાન માંથી બાળકો માટે વોટરબેગ અને પેન્સિલનું ઇનામ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા. આ તબક્કે શાળા પરિવાર દાતાશ્રીનો આભાર માને છે.
Wednesday, 22 June 2016
Saturday, 18 June 2016
Sunday, 12 June 2016
શાળા પ્રવેશોત્સવ -૨૦૧૬
રાલેજ પ્રાથમિક શાળા ખાતે તા.૧૦/૦૬/૨૦૧૬ ને શુક્રવારના રોજ સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમ્યાન શાળા પ્રવેશોત્સવનું આયોજન શ્રી પ્રકાશભાઈ પરમાર (ઍવૉર્ડી શિક્ષક પંડોળી પ્રા. શાળા)અને શ્રી રીકીનભાઈ પટેલ ( સી.આર.સી.સી. શકરપુર ) તથા શ્રી કનુભાઈ પટેલ ( સરપંચશ્રી રાલેજ ) શ્રી કમલેશભાઈ પટેલ (આચાર્યશ્રી રાલેજ હાઇસ્કુલ ) ; શ્રી પ્રવીણભાઈ મકવાણા (ચેરમેનશ્રી દૂધ મંડળી) ; શ્રી ઠાકોરભાઈ પટેલ અને શ્રી ધીરૂભાઇ પટેલ ( તિથી ભોજન દાતાશ્રી ) શ્રી રામભાઈ પટેલ (વડીલશ્રી) ; એસ.એમ.સી. સભ્યો તથા અન્ય ગ્રામજનોની હાજરીમાં કરવામાં આવ્યું. સર્વેએ હાજર રહી ધો.૧ અને ધો.૬ માં કુલ ૧૪૦ બાળકોને શાળામાં પ્રવેશ આપ્યો. આ પ્રસંગે મંડપ દાતાશ્રી પ્રવીણભાઈ મકવાણા ; ઇનામ વિતરણ દાતાશ્રી મુર્તુજાઅલી સૈયદ ; તિથી ભોજન દાતાશ્રી ઠાકોરભાઈ પટેલ અને શ્રી ધીરૂભાઈ પટેલ ;વડીલશ્રી રામભાઈ પટેલ ; બાળકો માટે કીટદાતા દૂધ ઉત્પાદક મંડળી ; વર્ષ દરમ્યાન તિથી ભોજન દાતા શિક્ષિકા શ્રી કાજલબેન બારોટ અને શ્રી ગીતાબેન સોલંકી તથા વોટરકુલર માટે ૩૨૦૦૦/- અને બાળકોને તિથીભોજન આપનાર શ્રી મણીભાઈ આર. વાઘેલા અને ગરબા હરીફાઈ માટે ઇનામ આપનાર શ્રી મહેશભાઈ પટેલ (શિક્ષણવિદ્દ એસ.એમ.સી. રાલેજ પ્રા.શાળા) આ સર્વેનું શાલ,કલગી અને ઋણ સ્વીકાર પત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી અમીનભાઈ કોન્ટ્રાકટર ખેલ મહાકુંભમાં ચેસમાં તૃતીય નંબરે વિજેતા શિક્ષક તથા કાર્યક્ષેત્રમાં આગળ હોય તેવી વ્યક્તિ તરીકે શ્રી કમલેશભાઈ પટેલ (આચાર્યશ્રી રાલેજ હાઇસ્કુલ )નું પણ સન્માન કરાયું. આ તબક્કે સી.આર.સી
રાલેજના બધા શિક્ષકોને રાલેજ પ્રા. શાળાના શિક્ષકો સાથે રહીને કાર્યક્રમને સફળ બનાવવા પૂરતો સહકાર આપવા બદલ ખુબ ખુબ અભિનંદન.
Saturday, 11 June 2016
Subscribe to:
Posts (Atom)



























