Tuesday, 18 October 2016
Monday, 17 October 2016
Sunday, 9 October 2016
હિન્દી પરીક્ષા
આજરોજ રાલેજ પ્રાથમિક શાળામાં હિન્દી સાહિત્ય સુધાર સમિતિ દ્વારા આયોજિત હિન્દી બાલાપોથી, હિન્દી પહલી અને હિન્દી દુસરી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું... જેમાં બાલાપોથીમાં 9 બાળકો, હિન્દી પહાલીમાં 12 બાળકો અને હિન્દી દુસરીમાં 33 બાળકોએ પરીક્ષા આપી હતી.. આ પરીક્ષામાં શ્રી ગીતાબેન સોલંકી દ્વારા સુંદર કામગીરી અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અને આ પરીક્ષા દરમ્યાન શ્રી કિરીટભાઇ પટેલ અને શ્રી અબ્દુલરઉફ શેખ દ્વારા મદદ કરી આ પરીક્ષાને સફળ બનાવવા માટે યોગદાન આપવામાં આવ્યું હતું....
કલાઉત્સવ - 2016
ખંભાત બી.આર.સી. ભવન ખાતે તા. 08/10/2016 ને શનિવારે સવારે 8:00 કલાકે યોજાયેલ કલા મહોત્સવમાં અમારી શાળામાંથી ચિત્રસ્પર્ધા , બાળકવિ સ્પર્ધા, ગાયન સ્પર્ધા, અને વાદન સ્પર્ધામાં કુલ છરી બાળકોએ ભાગ લીધો હતો... જેમાં ચિત્રસ્પર્ધામાં મહેન્દ્રભાઈ , બાળકવિ સ્પર્ધામાં મિત્તલ સિંધા, ગાયનમાં રાકેશભાઈ અને વાદનમાં નિર્મલ પટેલ ભાગ લીધો હતો. જેમાં બાળકવિ સ્પર્ધામાં પ્રથમ નંબર અને ચિત્રસ્પર્ધામાં બીજો નંબર મેળવીને બંને બાળકોએ શાળાનું નામ રોશન કર્યું છે. અત્રે ભાગ લેનાર બાળકો તથા તેમને તૈયાર કરનાર શિક્ષક મિત્રોનો આભાર...... આ તબક્કે શ્રી કિરીટભાઇ પટેલ અને શ્રી ગુણવંતસિંહ સિંધા આ કાર્યક્રમમાં શાળા તરફથી ઉપસ્થિત રહ્યા હતા.....
ગુજરાતી જોડણી પરીક્ષા તા.08/10/2016
તા. 08/10/2016 ને શનિવારે બપોરે 11:00 થી 02:00 ના સમય દરમ્યાન ધો. 6 થી 8 માં ભણતા કુલ 366 બાળકોની હિન્દી પ્રચાર સાહિત્ય દ્વારા યોજાતી ગુજરાતી જોડણી સુધાર માટેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 316 બાળકોએ ભાગ લીધો હતો.... અને કુલ 10 બ્લોકમાં 10 શિક્ષકોએ હાજર રહી આ માટે નિરીક્ષક તરીકેની જવાબદારી નિભાવી હતી.. જેઓ આ સમય દરમ્યાન હાજર રહ્યા અને સરસ કામગીરી બજાવી તે બદલ તેઓનો આભાર...આ પરીક્ષામાં બ્લોક આયોજન અને અન્ય અમલવારી શાળાના શિક્ષકશ્રી હિતેશભાઈ દ્વારા કરવામાં આવી હતી...
હાજર રહેલ શિક્ષકો
શ્રી કિરીટભાઇ પટેલ
શ્રી હિતેશભાઈ પરમાર
શ્રી કાજલબેન બારોટ
શ્રી દેવેન્દ્રભાઈ મકવાણા
શ્રી બરાજબાબેન ગઢવી
શ્રી દિનેશભાઇ પટેલ
શ્રી જીગીષાબેન જોશીયા
શ્રી સોનલબેન શાસ્ત્રી
શ્રી ગોવિંદભાઇ જાદવ
શ્રી નીતાબેન વણકર
શ્રી બળવંતભાઈ પરમાર
શ્રી સાહિસ્તાબાનુ મલેક (પ્રેરક)
Sunday, 2 October 2016
Subscribe to:
Posts (Atom)















































