આજરોજ લાયન્સ ક્લબ ખાતે રોટરી ક્લબ દ્વારા યોજાયેલ રોટરી નેશન બિલ્ડર એવોર્ડ કાર્યક્રમ અંતર્ગત રાલેજ પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક શ્રી હિતેશભાઈ પી. પરમારની પસંદગી કરવામાં આવી હતી. રોટરી ક્લબ ખંભાત તરફથી તેમને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી સન્માન કરવામાં આવ્યું.
આજરોજ તા. 28/09/2016 ના રોજ જિલ્લા કક્ષાના આયોજન મુજબ રાલેજ સી.આર.સી.ની કુલ આઠ શાળાની એસ.એમ.સી.ના કુલ 48 સભ્યોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બધાજ સભ્યો હાજર રહ્યા હતા. અને શ્રી કિરીટભાઇ પટેલ દ્વારા એસ.એમ.સી.ની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.