આજરોજ પ્રાથમિક શાળા રાલેજમાં ફરજ બજાવતા શ્રી ડાહ્યાભાઈ અંબાલાલ વાઘેલા તરફથી દરેક બાળકો માટે શ્રાવણ માસના ઉપવાસના અંતે બાળકોને શીરાના પ્રસાદનું ભોજન આપવામાં આવ્યું. શાળા પરિવાર તેમના આ કાર્યને બિરદાવે છે અને તેમનો ઋણ સ્વીકાર કરી આભાર પ્રગટ કરે છે.
આજરોજ તા.06/09/2016 ના રોજ રાલેજ પ્રાથમિક શાળામાં સ્વયંશિક્ષકદિનની ઉજવણી પ્રસંગે નાના નાના બાળદેવો એક દિવસના શિક્ષક રૂપે સુંદર કામગીરી અને હ્યદયમાં બાળકોને ભણાવવાના ઉમદા ઉદેશ્ય સાથે એકબીજાની સાથે ખભે-ખભા મીલાવી કાર્ય કરવા મક્કમ મન સાથે..........
રાલેજ પ્રાથમિક શાળામાંથી ચાલુ વર્ષે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં કુલ ચાર કૃતિ રજુ કરવામાં આવી. જેમાં કુલ બે કૃતિ શ્રેષ્ઠ તરીકે પસંદ કરવામાં આવી. આ કૃતિઓ તૈયાર કરનાર અને બાળ વૈજ્ઞાનિકો ને ખુબ ખુબ અભિનંદન...
તા.26/08/2016 ના રોજ રાલેજ પ્રાથમિક શાળા ,તા. ખંભાત ખાતે ડૉ. ધવલ પટેલ સાહેબશ્રી (કલેકટરશ્રી આણંદ જિલ્લો), ડૉ. એમ.બી. મોડીયા સાહેબશ્રી ( જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી આણંદ જિલ્લો) , શ્રી સી.એસ. સોલંકી સાહેબ (ખંભાત તાલુકા પ્રાંત અધિકારી સાહેબશ્રી) અને શ્રી આર.પી. જોષી સાહેબ (ખંભાત તાલુકા મામલતદાર સાહેબશ્રી )દ્વારા શાળાના પાણીના શુદ્ધિકરણ અને એમ્બોઝ ટાઇલ્સ ટી.એલ.એમ. તથા નકશા એમ બે પાયલોટ પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આણંદ જિલ્લામાં સૌપ્રથમ આ બે પ્રોજેક્ટ માટે રાલેજ પ્રાથમિક શાળાની પસંદગી કરવામાં આવી.